*ગઝલઃ ‘વરસો પછી...’*
*છંદ:* _રમલ મુસમ્મન મશકુલ સાલીમ_
*ગણસ્વરૂપ:* _લલગાલ ગાલગાગા લલગાલ ગાલગાગા_
💓🌷💞🌹
વરસો પછી તો મેં જોયું સનમ ! જો ગામ તારું,
રખે ! સુની સુની શેરીમાં હતું મુકામ તારું.
કરું બંધ નેન તો યાદ નથી એ તુજ ચહેરો,
પ્રકૃતિ કનેથી જાણ્યું’તું મેં ફક્ત નામ તારું.
સરનામું લઈને તારું જ તલાશે નીકળ્યો છું,
છતાં ના મળ્યો તું એકૈક હું ફર્યો છું ધામ સારું.
તને ચાહવું, તને જાણવું ખેર ! રાત ને દી,
લખતાં રહેવું એ બસ નિરુદ્દેશ કામ મારું.
વરસો પછી તને જાણી શક્યો એ તુચ્છ *‘તિર્યંચ’*
જબ દિલને ધબકતું જોયું મેં રામ નામ તારું.
*-- જિતેન્દ્રકુમાર બિ. બિલવાલ*
તા. ૧૨/૧૨/૨૦૨૦