જિંદગી તો હાથમાંથી રોજ સરતી જાય છે,
જિંદગીમાં રોજ આશા કંઈ મરતી જાય છે,
રાહ તું જોતી હશે મારી તો કિનારે જો હવે,
મિલન માટે તો કિનારે લાશ તરતી જાય છે,
કર્યુ સિંચન પ્રેમથી આ બાગનું તોયે છતાં,
પ્રેમની કૂંપણ કુણી તો કેમ ખરતી જાય છે?
રૂજ વળતી તો નથી પુરાણા ઘાવની તો જરા,
જિંદગી આ રોજ જખ્મો કૈક ધરતી જાય છે,
તૂટવાના છે જ સપનાઓ ઘણાએ તે છતાં,
કૈક કિસ્મતમાં નથી ખ્વાઈશ એ કરતી જાય છે,
હિંમતસિંહ ઝાલા