ગરબી :-
"ધોળે ખાખરે રાતી કીહુડી લીલી ટીલેડી "
ધોળે ખાખરે રાતી કીહુડી લીલી ટીલેડી
વેવણ હુંકરા આવી ભાઇના દેશમાં લીલી ટીલેડી
ભાયા જોવા આવી ભાઇના દેશમાં લીલી ટીલેડી
ભણેલા ભણેલા જોવે ભાઇના દેશમાં લીલી ટીલેડી
ધોળે ખાખરે રાતી કીહુડી લીલી ટીલેડી
રમીલા હુંકરા આવી ભાઇના દેશમાં લીલી ટીલેડી
રમેશ જોવા આવી ભાઇના દેશમાં લીલી ટીલેડી
માસ્તર માસ્તર જોવે ભાઇના દેશમાં લીલી ટીલેડી
ધોળે ખાખરે રાતી કીહુડી લીલી ટીલેડી
ભાયો જોવા આવી ભાઇના દેશમાં લીલી ટીલેડી
દાક્તર દાક્તર જોવે ભાઇના દેશમાં લીલી ટીલેડી
ધોળે ખાખરે રાતી કીહુડી લીલી ટીલેડી
- અર્જુનસિંહ પારગી