Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નામ- ભારતસિંહ ઠાકોર
ઉપનામ- સરલ
પ્રકાર _બાળગીત
શીર્ષક- સસલાભાઈ
શબ્દ - સસલું

🌹🌹🌹🌹🌹🌹🌹


*બાળગીત :- સસલાભાઈ

સસલાભાઈએ કરી ખેતીની આ વર્ષે શરૂઆત,
ખેતર ખેડવા કરી જંગલમાં મોટી જઈ જાહેરાત...

વાંદરાભાઈ તો બળદ લઈને આવ્યા રાતોરાત,
કરી નાખી ખેડ જોતજોતામાં એમણે રાતોરાત...

સસલાભાઈએ વાવણીકરી ઘઉંની હાથોહાથ,
પાણી વાળવા લાગ્યા બધા પશુઓ હાથો હાથ..

ખાતર નાખવા ટાણે મદદ કરતા શિયાળભાઈ,
પાણી પીવડાવવા મદદે આવ્યા જૂઓ હાથીભાઈ ...

કાપણી કરવા તેડા મોકલો બધાને સસલાભાઈ,
ઝટપટ આવીયા કટર લઈને બધા સાથ ઉંદરભાઈ...

ખિસકોલી તો થ્રેસર લઈને આવી ખેતર મહીં,
સૌ સાથે મળી કાઢ્યા ઘઉંના દાણા જંગલ મહીં...

સસલાભાઈને મજા પડી ભાઈ મજા પડી,
બધાને અનાજ ખાવાની મજા પડી ભાઈ મજા પડી...

સસલાભાઈએ ખેતી કરી ભાઈ ખેતી કરી,
ઘઉંના દાણા આખા જંગલમાં વેચ્યા ભાઈ...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ભારતસિંહ ઠાકોર (સરલ)

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111626302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now