ઝડપથી એ મને ભૂલી જવાનું સ્વપ્ન જુવે છે,
અહી આઠે પહોર એનાં વહાણો ખાસ ચાલે છે.
નગર ઠંડુ હવા ઠંડી ગરમ દિમાગ ચાલે છે,
કહો કઈ રીતે એનો થોડો થોડો શ્વાસ ચાલે છે?
હરીફો ઉકળી ઉઠે એવા હું વાદ જીવું છું
અને એવા ઇરાદે એમનો સહવાસ ચાલે છે.
તવાયફ હવે થઈ જાય છે માસુમ દિકરી જો,
કયા એવાં ખૂણે એવો કેવો પ્રવાસ ચાલે છે?
અને એ જોઇ ને ચમકી જશે તો શુ થશે એનું
મને મારૂ થતું સન્માન એને ઘાસ લાગે છે?
ગઝલ ને એ જીવે છે રોજ સમજી ને સકુનીઓ,
ગઝલ જેવા પડાવે હવે ઉપવાસ ચાલે છે.?
મનોમન એ રમે છે રોજ નવા દાવ પેચીદા,
ખરીદે કોણ ,વાંચે કોણ એવાં ઉચ્છવાસ ચાલે છે?
તમે જીવો અમે જીવીએ અને મળીએ ઉંમગે પણ,
તમે સુધરી શકો એવો કોઈ આયાસ ચાલે છે?
" અતીત"