અંગત ડાયરી
તા.:- 03/12/2020
ગુરૂવાર
વિભાગ:- બાળગીત
શીષૅક:- મને લાગે ડર....
ઘરમાં વાસણ ખખડેને મને લાગે ડર,
જાણે કોઈ ભૂત આવીને મને લાગે ડર..
વાડમાં જાણે પાંદડાં ખખડે મને લાગતો ડર,
જાણે કોઈ ભૂતાવળ આવે મને લાગતો ડર...
સાંજ પડે રાતના અંધારામાં મને લાગે ડર,
રાતના સપનામાં આવતુ ભૂત મને લાગે ડર..
ઘરમાં એકલા રહેવામાં મને લાગે ડર...
ભૂતની સિરીયલ જોતાં જોતાં મને લાગે ડર...
રસ્તે એકલા ચાલતાં લાગે મને ડર,
એકદમ આવી જાય કોઈ તો ભૂતનો લાગે ડર..
મનને સતાવે અંતરમનનો છૂપો લાગે ડર,
દેખાતુ નથી છતાં ભૂત પલિતનો લાગે ડર...
સવારે વહેલા ઊઠતાં પણ લાગે મને ડર,
ખેતરે ફરવા જાતાં ઘાસ ખખડે લાગે મને ડર...
રાતે લાઈટ જાય ને કયાંક આવી જાય જાણે ભૂત,
એકલા અટૂલા પડતાં ભૂતનો લાગે મને ડર...
ભારતસિંહ ઠાકોર (સરલ)
*----------*
આ મારી રચના સ્વરચિત અને અપ્રકાશિત છે.