દીકરી ચાલી સાસરિયે
(તા. 7/12/2020ના રોજ)
(છંદ : લાગણીનો)
સજી સોળ શણગાર દીકરી ચાલી સાસરિયે,
ચૂક્યું હૈયું ધબકાર દીકરી ચાલી સાસરિયે.
વસમી વેળા વિદાયની ઊભી રહી આવીને,
છે વેદના પારાવાર દીકરી ચાલી સાસરિયે.
અમ જીવનમાં આવી પ્રેમનું લઈને વાદળ,
વરસી અનરાધાર દીકરી ચાલી સાસરિયે.
અજવાળું-અજવાળું એના થકી અમ ગૃહે,
લગાવી ચાંદ ચાર દીકરી ચાલી સાસરિયે.
'સાગર' આજ આંખલડી છલી-છલીને વહે,
સદા દિલાસો દેનાર દીકરી ચાલી સાસરિયે.
- 'સાગર' રામોલિયા