ગઝલ.
આપણે આપણી રીતથી ચાલવું,
આપણા પગ છે ને!વટ્ટથી ચાલવું.
આ જગતનો પિતા તું નથી ધ્યાન રાખ,
એટલે કૌ છું કે બીકથી ચાલવું.
કેટલા લોકના મુખને બાંધશો ?
પગ સીધા રાખીને ઠીકથી ચાલવું.
બંને હાથેથી તો લાડવા ના ખવાય !
ભૂખથી કાં પછી ભીખથી ચાલવું.
કોઈના બાપની જાગીરી થોડી છે !
કેશમાં કાઢી 'ને લટ્ટથી ચાલવું.
એકલા હો ને અંધારું જો હોય તો,
હાથનો ટેકો લઇ ભિંતથી ચાલવું.
એવું લાગે કે આ જગ્યા સારી નથી,
તો "વિજય" ત્યાં ફટાફટ્ટથી ચાલવું.
"વિજય જાદવ"
૧૨/૧૨/૨૦૨૦