🌻
અંત
આમ પણ, સમશાન તો સમશાન જેવું છે
ફૂલ તરતા મેલ,જળ વરદાન જેવું છે
ખુંબ જીવી, જીવતા-માણસ કહેતો, મન
મોતને શણગારવામાં માન જેવું છે
અર્થ-અર્થી લૈ હવે આગળ વિસામો ભર
શ્રી-અલંકારો હશે નૈ, જાન જેવું છે
કાજ-કારણ ગોતવાં જાશો અને જડશે
મર્મ, કેવલ કર્મનાં સન્માન જેવું છે
ઓગળી જાતાં અહંકારે,રળું વેતન.
પ્રાણ-શ્વાસે એમ તન કંતાન જેવું છે
અંત છે અંત:કરણની પ્રેરણાં એથી
કેમ કન્યાદામ ધારું? દાન જેવું છે?
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૩/૧૨/૨૦૨૦ રવિવાર