🌻
સેજ
ઠીંક છે,આ તો ભવાનો ભાગ ભજવ્યો
રાત દાજી છે દવાનો ભાગ ભજવ્યો
ટોકવાં માટે ટકોરા સેજ દીધા
સેજ પર લાગી હવાનો ભાગ ભજવ્યો
ત્યાંરથી અડવી પડી લાગે બજારો
કામથી-કામણ થવાનો ભાગ ભજવ્યો
દાવ પતજડનો વધે, વગડો નઠાંરો
આગને આંજી,જવાનો ભાગ ભજવ્યો
કોઈ તો આવે અહીં વાળી પછેડી,
ને વધારે ઓઢવાનો ભાગ ભજવ્યો
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૩/૧૨/૨૦૨૦