અપૂર્ણ નથી તું બેશક, પૂર્ણતા મેળવવા હજું પ્રયાસ કર.... (૧)
છે જુસ્સો હજુ જલદ તારામાં, લગાવ હિંમત, તૈયારી જોરદાર કર.... (૨)
મથતી રહેતી નદીઓ સાગરને ભેટવા, જોઈ સાહસ એનું અમાપ, તું પણ વિચાર કર.... (૩)
નથી રાહ આસાન, કાંટળો માગઁ છે, સાહસ વગર સિધ્ધી નથી, બસ એ હવે નિર્ધાર કર.... (૪)
છે વેગ મનનો અનોખો, અખૂટ જોમ છે, તારા પુરુષાર્થ ને બિરદાવવા મનો ભૂમિ તૈયાર કર.... (૫)
હિંમ્મત ના હાર, ટકાવી રાખ જોમને, માં ભોમ નું ઋણ ચૂકવવા તું સઘળું પરિત્યાગ કર.... (૬)
-Dr. Brijesh Mungra