2️⃣ *બે શબ્દો ની વાત* 2️⃣
*©️મુખ અને સુખ©️*
⬅️©️ *અરીસામાં ""મુખ"" અને સંસારમાં ""સુખ"" હોતુ નથી બસ દેખાય છે.*©️➡️
*©️ગાંઠ અને રસ*©️
⬅️©️ *શેરડી માં જ્યાં ""ગાંઠ"" હોય છે, ત્યાં ""રસ"" નથી હોતો અને જ્યાં ""રસ"" હોય છે ત્યાં ""ગાંઠ"" નથી હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે.*©️➡️
*©️પહેલા અને પછી©️*
⬅️©️ *બોલતા ""પહેલાં"" અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં ""પછી"" આપણે અક્ષર ના ગુલામ.*©️➡️
*©️જ્ઞાન અને અભિમાન©️*
⬅️©️ *આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના ""જ્ઞાન નુ અભિમાન"" છે, પરંતુ કોઈ ને પોતાના ""અભિમાન નું જ્ઞાન"" નથી*.©️➡️
*©️ઈર્ષ્યા અને સંસ્કાર©️*
⬅️©️ *હુ બીજા થી સારૂ કરૂ એ ""ઈર્ષ્યા"" અને હું બીજા નુ સારૂ કરૂ એ ""સંસ્કાર.""*©️➡️
*©️બાંધવા અને સાચવવા©️*
⬅️©️ *સંબંધો ને ""બાંધવા"" ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધો ને ""સાચવવા"" જ અધરા પડે છે.*©️➡️
©️ *પારખવુ અને સમજવુ*©️
⬅️©️ *""પારખવા"" ની કોશિશ ધણી બધી કરી બધાએ, અફસોસ ""સમજવા"" ની કોશિશ કોઈ એ ના કરી.*©️➡️
©️ *અડવુ અને નડવુ*©️
⬅️©️ *કોઈ ને ""અડવુ'" નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને ""નડવુ"" નહી એ ના શીખ્યા.*©️➡️
*©️સંગત અને અંગત©️*
⬅️©️ *સુખ વહેંચવા ""સંગત"" જોઈએ, દુઃખ વહેંચવા ""અંગત"" જોઈએ.*©️➡️
©️ *હસાવે અને રડાવે*©️
⬅️©️ *જીંદગી ""હસાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ નુ ફળ મળ્યું છે, જીંદગી ""રડાવે"" ત્યારે સમજવુ કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે*.