"આંસુ નકામા બની ગયા"
કંઈક હસતા ચહેરા ફાવી ગયા ,
ને મારા આંસુ નકામા બની ગયા.
જરા વાર થોભી જશે એમ લાગ્યું તું,
પણ આતો કાયમના ધામા બની ગયા.
ખબર નહોતી મંઝિલની છતાં ,
આજે જેવા સરનામાં બની ગયા.
હવે તારે પણ હંસવુ પડશે "મિત્ર" ,
નયતો એમ સમજશે કે મામા બની ગયા
{✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}