પહેલા પ્રેમની પહેલી મુલાકાત,
બની ગઈ આપણી ગુલાબી યાદ....
ડૂબી રહી હતી તારી પ્રીતમાં પાગલ,
લૂંટી રહી હતી ખજાનો પ્રેમનો પાગલ,
સાંભળી રહીં હતી દિલની ધડકન પાગલ,
જોઈ રહી હતી તારા ચહેરાની સુંદરતા પાગલ,
પહેલા પ્રેમની પહેલી મુલાકાત,
બની ગઈ આપણી ગુલાબી યાદ....
સમય જાણે થંભી ગયો હતો પાગલ,
વાયરા જાણે રોકાઈ ગયા હતાં પાગલ,
સમાય ગયા હતાં એકમેકનાં મનમાં પાગલ,
આપી રહ્યાં હતાં આલિંગન એકમેકને પાગલ,
પહેલા પ્રેમની પહેલી મુલાકાત,
બની ગઈ આપણી ગુલાબી યાદ....
-Rajeshwari Deladia