હું તારી ભીતર જ છું, તુૃં અનુભવી તો જો !
પળેપળ સાથે જ છું, તુૃં અનુભવી તો જો !
બહુ નજીક તો હું આવી નહીં શકું પણ
છતાં તારી નજીક જ છું, તુૃં અનુભવી તો જો !
આ મોસમ તારા વિરહમાં રોયું, એમ નહીં કહું
પણ તડપું તો હુંય છું, તુૃં અનુભવી તો જો !
ગાંડો પ્રેમ નથી કરતો તને, સાચું કહું છું
પણ પ્રેમ તો કરું જ છું, તુૃં અનુભવી તો જો !
તારે ને મારે અદૃશ્ય દીવાલ છે મધ્યે 'અનુ'
પણ અદૃશ્ય એમાં વહાલ પણ છે, તુૃં અનુભવી તો જો...
©અનુ.