તારા ગયા પછી
____________
આભ ફાટ્યું હતું તે સાંધી લીધું,સૂકી ધરતીમાં હળ ચલાવી લીધું,
અનાજ નાં દાણા ઊગ્યા છત્તા, ન આવી હરીયાળી તારા ગયા પછી.
બાગો માં સુગંધ પણ મહેંકતી હતી,પરોઢ ની સવારી ઝાકળ પીરસતી હતી,
ફૂલો પણ ઊગ્યા છતાં, ન આવી બહાર તારા ગયા પછી.
ઊગે છે સૂરજ અને ચાંદ રોશની બની,તારા ઑ ઊગે છે આસમાન ની ચાદર બની,
પરોઢ ઉગવા છતાં, ન પડી સવાર તારા ગયા પછી.
ચાલે છે ધબકાર શ્વાસ લીધા પછી, મળે છે મંઝિલ, ડગલાં ચાલ્યા પછી,
ચાલે છે જીંદગી ફરજ નિભાવ્યા પછી, છતાં જીવન જીવતું નથી, તારા ગયા પછી.