ભર શિયાળે ચોમાસુ થયુ છે,
આવને થોડું પલળી લઈએ,
સુકાઈ ગયેલી લાગણીઓને આવને થોડી ભીંજવી લઈએ,
જેમ બદલાઇ ગયો આ મોસમ અચાનક,
તેમ બદલાઈને
જરીક ઓરો તું આવને, આપણા રિસામણા પણ બદલાવી લઈએ,
રૂઠેલ છીએ બન્ને આજ એકબીજાથી,
આવને તું પાછો તો,
ફરી આ પ્રેમ મનાવી લઈએ,
સુકાયલી આ લાગણીઓને,
ચાલને ફરી ભીંજવી દઈએ.
B+ve
-Krishna