આજ કાલ જ્યાં જુઓ ત્યાં, પ્રેમીઓની ભરમાર છે;
કોઈ પ્રેમમાં પડેલા, તો કોઈ ઠોકર ખાધેલાં છે.
પ્રેમમાં પડેલાં સૌ, આંધળા ને પાગલ થયાં છે;
જાનું, ચીકુ, સોનુ, બાબુ, નાં નખરાં કરી રહ્યાં છે.
પ્રેમમાં ઠોકર ખાધેલાં, આંસુ સારી રહ્યાં છે;
નથી ફરવાના જે કદી, તેનાં માટે તડપી રહ્યાં છે.
કારકિર્દીની ઉંમરમાં, સમય વેડફી રહ્યાં છે;
પોતાના જ જીવનની, સાથે રમી રહ્યાં છે.
બનીને પાગલ પ્રેમમાં, સઘળું વીસરી રહ્યાં છે;
પરિવારનાં પ્રેમને, ગૌણ સમજી રહ્યાં છે.
ઠોકર ખાઈ ને પ્રેમમાં, આપઘાત કરી રહ્યાં છે;
માઁ-બાપને જીવતી જ, લાશ બનાવી રહ્યાં છે.
કહેવું છે "લાડુ" ને બસ, એટલુંજ;
નહીં કરે કોઈ પ્રેમ તમને, માઁ-બાપ જેટલો.
ના પડો આ બધી ઝંઝટમાં, ને પ્રેમના વહેમમાં;
કરો એવાં કામ કે, નામ બને આ જીવનમાં.
ગર્વ થાય માઁ-બાપને, ને નામ બને પરિવારનું;
પછી જુઓ કેટલી મળશે ખુશી, ને સ્મિત સંતોષનું.
©✍️- ખ્યાતિ સોની "લાડુ"
૧૨/૧૨/૨૦૨૦