આંખોમાં વસીને આવ્યા એ નજીક,
ક્યાંય સુધી સામે જોતા રહ્યા એ...
સ્થિતપ્રજ્ઞ બનીને ઉભા રહ્યા સામે,
નજર ક્યાંય ન ગઈ આમ કે તેમ...
બસ ક્યાંય સુધી જોતા રહ્યા એ,
ન બોલ્યા એક શબ્દ આ કે તે...
ક્યાંય સુધી નિહાળી આવ્યા એ નજીક,
કાન પાસે જઈને પ્રેમભરી અદામાં કહ્યું...
"ધ્યાન નથી રાખતી, આંખની નીચે કાળા કુંડાળા તો જો..."
અને બસ રુઆબ ખતમ અમારી શાયરીનો...
(પરીક્ષા અને ઓનલાઈન ક્લાસના પ્રતાપૅ)