દીકરી નાં આગમન ને વધાવી લઈએ :
___________________________
ચાલો પરીવાર ની નાની દીકરી નાં આગમન ને વધાવી લઈએ,
મોસમ વગર નાં વરસાદી છાંટણા થી અભિવાદન કરી લઈએ.
બગડીયા નાં બાગ માં ખીલેલી કળી ની સુગંધ પણ માણી લઈએ,
રતિલાલ દાદા ની તુલા રાશિ નાં પલડે ચાલો એને બેસાડી દઈએ.
છઠ્ઠી નાં લેખ લખી ને આવી છે,ચાલો તેના નસીબ ઉપર ચિત્રકામ કેમ કરવું તે શીખવાડી દઈએ,
નામ તો આપણે પાડી દઈશું,પણ નામ કેમ કમાવવું તે દાદા છબીલભાઈ થી શીખવાડી દઈએ.
કુટુંબના મધુવન ને કિલકિલાટ કરતું ચાલો બનાવી લઈએ,
દીકરીના આગમનને ચાલો બગડીયા કુટુંબ માં વધાવી લઈએ.