લાગણીનાં તોરણ બાંધીને રાખો,
દિલનાં દરવાજા ખોલીને રાખો.
આવશે અચાનક આંગણે તારા,
સ્વાગત કરવા ફૂલનાં હાર મંગાવીને રાખ.
અબીલ ગુલાલને આકાશે ઉડાડજે,
સાજન માટે ઢોલ નગારા બોલાવીને રાખ.
રાસડે રમશે નગરજનો બધા,
ગીતડાં ગાવા હેમુભાઈને બોલાવીને રાખ.
હરખેથી સૂરજમુખી ફૂલને ખીલવીને રાખ,
અઝીઝને દર્શન દેવા બાગબાન ખીલવીને રાખ.
ભાટી એન અઝીઝ
12/12/20