જ્યારે સમય મળે ત્યારે ખુદને સાંભળો.
અંતર જો ખળભળે ત્યારે ખુદને સાંભળો.
ખૂબ સાંભળ્યું આજતક અવરનું દરરોજ,
ચિંતા આવરણ ટળે ત્યારે ખુદને સાંભળો.
ઉરનો અવાજ કદી ના હોઈ શકતો ખોટો,
જીવ ઈશ પ્રતિ વળે ત્યારે ખુદને સાંભળો.
વાસ છે વિભુનો સદા માનવ તણાં હૈયામાં,
સત્ય જ્યાં સળવળે ત્યારે ખુદને સાંભળો.
અંશને અંશી નથી કૈં જુદા એકમેક થકી,
સુકૃત પરાભવનાં ફળે ત્યારે ખુદને સાંભળો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.