Gujarati Quote in Blog by JMC

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બળી જશે લાકડા
ઠરી જશે રાખ...
તારી ખુમારી
તારી પાસે રાખ...

જીવી લે જિંદગી
મોજ મસ્તીની...
તારી અક્કડ
તારી પાસે રાખ...

રોપી દે
પ્રેમનું તરુ...
હેતનું ખાતર
એમાં નાંખ...

ઉગશે ફળ
મધ ભરેલું...
વિશ્વાસના હોઠે
એને ચાખ...

પૈસો
કાંઈ બધું જ નથી...
માનવતાની
બનાવ શાખ...

દરિયો બનશે
કદી તોફાની...
ધીરજની નાવ
તું હાંક...

ખુલ્લી આંખે
તું દુનિયા જુવે...
ક્યારેક તો
ભીતરે તું ઝાંખ...

હારની શરણે
ના થા...
આપી છે તને
હોંસલાની બે પાંખ...

શ્વાસ આપ્યા
પણ જીવે નહિ
એમાં...
ઈશ્વરનો શું વાંક...!!!

Gujarati Blog by JMC : 111625291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now