Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સાથી સફરના..."

કહેવાય છે કે જીવન એક સફર છે.આ સફરમાં એકલા રહીને જીવવું કદાચ અઘરું છે. માટે જ દરેક વ્યક્તિને જરૂર પડે છે એક એવા સાથીની જે અંત સુધી આપણો હાથ પકડીને સાથ આપી શકે. જેને આપણે 'હમસફર' કે ' જીવનસાથી' કહીયે છીએ.ઘણા લોકોને પ્રશ્ન થાય કે જીવનસાથી કેવો હોવો જોઈએ...?? સુંદર દેખાય એવો...!!કે પછી આપણા જીવનને સુંદર બનાવે એવો...!!બાહ્ય સુંદરતા જોઈને લગ્ન કરવા એ ખરેખર મુર્ખામી કહેવાય. પસંદગી આપણે કરવાની હોય છે કે બાહ્ય સુંદરતાને મહત્વ આપવું કે આંતરિક.

એક જનસેવા ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું.જ્યાં દરેક વ્યક્તિને સવાલ પૂછવામાં આવ્યો કે , "તમારા જીવનસાથીમાં કેવા ગુણ હોવા જોઈએ ??" એક માણસે ખૂબ સારો જવાબ આપ્યો કે, "જીવનસાથી રંગે રૂપાળો નહીં,પરંતુ જીવનેને રંગીન બનાવી શકે એવો હોવો જોઈએ." આતો વાત થઈ કે, આપણને જીવનસાથીમાં કેવા ગુણ જોઈએ . પણ જીવનસાથી પાસેથી આશા રાખતા પેહલા એ વિચારવું આવશ્યક બને છે કે, "એક જીવન સાથી તરીકે આપણામાં એ બધા ગુણ છે...!!! "

જીવનસાથી બનવું સહેલું નથી. લગ્ન મંડપમાં કોઈની સાથે સાત ફેરા ફરી લેવાથી જીવનસાથી નથી બની જવાતું. સપ્તપદીના એ સાત વચનોને ખરા અર્થમાં સાર્થક કરવા પડે છે.દરેક વચનો સાથે મળીને નિભાવવા પડે છે. હું અને તું મટીને 'આપણે' બનવું પડે છે.દરેક સુખ-દુઃખને સાથે જીવવા પડે છે.અંત સુધી પ્રેમને જાળવી રાખવો પડે છે. જીવનસાથીના પ્રેમ અને સમજણથી એક સુખી દામ્પત્ય જીવન રચાતું હોઈ છે. ગુજરાતીમાં કહેવાય છે કે, "જેની દાળ બગડી તેનો દિવસ બગડયો અને અથાણું બગડયું તેનું વર્ષ બગડયું પણ જેમનું દાંપત્ય બગડયું તેમનું જીવન બગડયું જ સમજો."

દામ્પત્ય જીવન કંઈ પળ બે પળની રમત નથી કે, "રમ્યા ને આવડી જાય. !!" જીવન નૈયાને ટકાવી રાખવા માટે પતિ-પત્ની બે હલેસા સમાન છે.યુવાનીમાં હાથમાં હાથ નાખીને પ્રેમ કરવાથી માંડીને દુઃખમાં ડગલે ને પગલે સાથ આપી શકે એ જ સાચો જીવનસાથી. સુંદરતા કાયમી રેહવાની નથી, માટે જ પોતાના જીવનસાથીની સાથે ઘરડા થવું એ પણ પ્રેમ છે.સુંદરતા ઘટે છતાં પ્રેમ અવિરત વધે ત્યારે માનવું કે હા,"અમે જીવન સફરના સાથી અમે ખરા અર્થમાં એકબીજાના હમસફર બની રહ્યા છીએ."


પ્રેમથી લઈ ને લગ્ન સુધીની સફર ઘણી લાંબી છે.સમજણ , પ્રેમ,લાગણી અને કાળજી આ ચારનો સરવાળો કરીને દામ્પત્ય નામના છોડમાં ઉમેરવાથી જીવનરૂપી બગીચો ખીલી ઉઠે છે.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે....

વફાદારી કી વો રસ્મેં નિભાયેંગે હમ તુમ કસમે
એક ભી સાંસ જિંદગી કી જબ તક હો અપને બસ મેં
જબ કોઈ બાત બિગડ જાયે જબ કોઈ મુશ્કિલ પડ જાયે,
તુમ દેના સાથ મેરા ઓ હમનવા....

-- SHILPA PARMAR

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111625253
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now