મારી રુહ થી પણ વધુ પ્રેમ મેં તો તારી રુહ ને કર્યો છે
પણ ડર છે કે ક્યાક રુહ એ રુહ થી અલગ ના થઇ જાય
કોશિશ કરી છે મેં તારા અને મારા સંબંધ શ્ર્વાસ થી જોડાય
પણ ડર છે કે તારા પ્રેમ મા ક્યાક દિલ ધબકાર ચુકી ના જાય
કરવા છે વ્રત ઉપવાસ તારી સફળતા અને લાંબા આયુષ્ય માટે
પણ ડર એ છે કે ક્યાક મારાથી ચૂક ના રહી જાય એ કરવામાં
પ્રેમ ના પ્રતિક એવા ચંદ્ર ને જોઈ ને ખાવી છે કસમો તારી માટે
પણ ડર લાગે છે કે ક્યાક ખોટી ના ખવાઇ જાય કસમ તારા નામની
કરવી છે એક નાની કોશિશ મારા નામ સાથે તારો અક્ષર જોડવાની
પણ ડર એ લાગે છે કે શું ક્યારેય તારી નજર પડશે એની પર
કોશિશ કરવી છે રુહ થી રુહ ના તારા અને મારા સંબંધ જોડવાની
પણ ડર છે કે ક્યાક રાહ જોવામા રુહ જ અલગ ના થઇ જાય..!!