*માવઠું*
આજ આભ વર્ષે ટીપુ ટીપુ પડે ટપ ટપ,
ભાગ્ય રેખા નીચોવાઈ હથેળીમાં ઝીલાયું.
ફફડી ઉઠ્યો ચાતક વસંત વિના અષાઢ આવ્યો,
માળામાં બચૂડા બિચારા પાંખની ઓથે છુપાય.
અરે ઓ ભટકતી વાદળી વેરણ તું વેરણ થઈ
અનાજ હજુ સીમ ખેતરમાં ખાવા નહીં દે શું ધાન.
ગુલાબી ઠંડી આવશે ઝંખતું મન હૂંફાળો સાથ,
આંખો તરસે મન તડપે તું કેમ વર્ષી પડ્યો.
મોટી અગિયારસ છે આજ સાચી વાત,
તું વરસ્યો તો ભીમ અગિયારસ ની આવી યાદ .
યોગેશ વ્યાસ જામનગર
૧૧.૧૨.૨૦
શુભ પ્રભાત
( સવારે ૬.૦૦ વાગે છાંટા પડતાં શબ્દો જીલાયા)