આમ નહી મટે ચાતક ની તરસ
માવઠું છે ભાઈ માવઠું.
તુ ચાહે અનરાધાર વરસ
માવઠું છે ભાઈ માવઠું.
શીયાળા નો મોભી માગશર,
કયા છે કડકડતી ટાઢુ
માવઠું છે ભાઈ માવઠું.
રેઈનકોટ ની હશે દાદાગીરી,
મુકી દીધા ધાબળો ને સ્વેટર
માવઠું છે ભાઈ માવઠું.
ગોરંભો આકાશે હોય નહી કટાણે "માસુમ",
ભીંજાવ તારામાં કે કરૂ તાપણુ
માવઠું છે ભાઈ માવઠું.
"માસુમ"