ગઝલ...સવાર છૂટે છે...!!!
હાથમાંથી સવાર છૂટે છે,
એમનાં સૌ ખવાબ તૂટે છે.
નિત્ય માળીપણું કરે છે એજ,
બાગમાં ના ગુલાબ ચૂંટે છે.
શેખચલ્લી વિચાર વાળાનું,
એકનું એક નસીબ ફૂટે છે.
વાલ્મિકી વેશમાં હજું ઝાઝા-
વાલિયા મન સમાજ લૂંટે છે.
શબ્દ 'રોચક',વિચાર નોખાં છે;
એ કલમથી તુમાર* ઘૂંટે છે.
-અશોક વાવડીયા
*તુમાર= કાગળ
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન