🌻
માવઠું
ઓચિંતાં કમોસમ બેઠીં
વાદળે પણ
એ પછી વેઠીં
પવનનો શું વાંક કાઢું?
દિલ સોસરવો સુસવાટો
દરિયાનો ઘુઘવાટો
આ બધાની વચ્ચે
એકલો પડિગયેલો
અજાણ્યા રસ્તે..
ચડી ગયેલો
આ સિંહ જેવાનો આટો
આમ,ભટકી ગયો
નથી મળતો રસ્તો
કારણ...
અનેક રસ્તાઓની વચ્ચે છે ફાટો
કમોસમનો આ કેવો કાંટો?
છાંટો પડતાની સાથે
અનરાંધાર અને અંધકારમાં
કેટલાય ભુલા પડી ગયેલાં
અને કેટલાય
મોસમ મળતાની સાથે જ
ભટકી ગયેલાં
સિંહ જેવાં જ તો હતાં
પણ...
મોસમની ઠોકર ખાઈને
માવઠું થૈ વરસી ગયાં
એટલે જ ધરતીનાં ખોળે અને
અજાણ્યાં રસ્તે આ સિંહનો પડાવ ભડકી રહ્યો છે
તલાશ મોસમની
કરી રહ્યો છે
માવઠાંને જ મોસમ
ગણી રહ્યો છે
ત્યારે.....
માવઠું થૈ છેતરી ગયેલી મોસમ
ક્યાં વરસી જાય છે?
શું એ તો તરસી જાય છે?
મોસમ બનવા માટે
પવનની સાથે રહીને
અઠ્ઠું-આઠ મહીને
જાણે
ઓચિંતું બારમું
વરસાદનું થાતું હોય એમ
માવઠું વરસી ગયું કે પછી
કહો તરસી ગયું
લાગે છે?
સિંહ જેવા ભટકતાં મળે ત્યારે
ત્યારે લાગે છે
વરસી પડશે...
માવઠું
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૦/૧૨/૨૦૨૦ ગુરુવાર