મુક્ત ગગન માં પંખી બની જાઉં,
ફુલે ફુલે ફરતુ પંતગિયુ બની જાઉં...
મન મુકી ને હસતુ રડતુ બાળક બની જાઉં,
ઉચે વ્યોમ માં ઉડતુ એક વાદળ બની જાઉં...
રોકવા વાળું ના હોય કોઇ એવી નદી બની જાઉં,
હું મુક્ત ગગન માં પંખી બની જાઉં...
એક લાગણી સભર હૃદય ની માલિક બની જાઉં,
ના ઓળખતું હોય કોઈ એ નગર ની મુસાફર બની જાઉં...