શીર્ષક: નક્કી
સંગ હરપળ છે તું તો દુવાઓ બધી જ ફળે છે
નક્કી તારામાં પળે પળ રુડી કોઈ બંદગી રમે છે.
નથી શૃંગાર કોઇ અવનવા તું કરતી છતાં સુંદર છે
નક્કી તારામાં દંભ વિનાની કોઇ સાદગી રમે છે.
હરપળ જ્યારે મળે છે તું ઉલ્લાસિત જણાય છે
નક્કી તારામાં ખીલેલાં ફૂલની કોઇ તાજગી રમે છે.
સંબંધે પણ રોજ તું સ્વાદિષ્ટ રહેવું જાણે છે
નક્કી તારામાં કોઇ નવી નવેલી વાનગી રમે છે.
ખુદ રંગીન છે ને તું આસપાસ રંગો ભરી શકે છે
નક્કી તારામાં કોઇ એક મોરની કલગી રમે છે.
...નીલ