જ્યારે અહં ઘવાય છે
મતભેદ ત્યારે સર્જાય છે.
જુદા પડે છે વિચારોને,
અંતર પછી વધી જાય છે.
પોષવા અહંને દૂરી થતી,
ક્યાં કોઈને એ સમજાય છે?
ઊંજણ સ્નેહનું ખૂટી જતું,
ખંડનની શરુઆત થાય છે.
સહકાર પ્રતિકારમાં બદલે,
સંબંધે પૂર્ણવિરામ મૂકાય છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર