*પ્રભુનો સ્ટોર*...!!! 😌
રોડના કિનારે એક દુકાન પર લખ્યું'તું :
"પ્રભુનો સ્ટોર"
કુતુહલપૂર્વક ત્યાં જઈને,
મેં ખખડાવ્યું'તું ડોર,
દરવાજે એક ફરિશ્તો ટોપલી લઈને આવ્યો !
સ્ટોરનો આખો રસ્તો,
એણે સરસ સમજાવ્યો,
હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો :
"સાંભળ ભાઈ,
જે જોઈએ તે ભેગું કરીને,
લઇ આવ તું અહીં"
કદાચ પડે જો ટોપલી નાની,
તો બીજો ફેરો કરજે,
નિરાંત જીવે ખરીદજે,
ને ઘરને તારા ભરજે,
પ્રથમ સ્ટોલમાંથી ૨-૪ પેકેટ,
*ધીરજ* મેં લીધી,
*પ્રેમ અને ડહાપણ*ની સાથે,
*સમજણ* પણ ખરીદી,
૨ બેગો ભરી *શ્રદ્ધા* લીધી,
*માનવતા* કેમ વિસરું ?
થયું કે થોડી *હિંમત* પણ લઇને,
પછી જ બહાર નીકળું,
*સંગીત, શાંતિ અને આનંદ,*
*ડિસ્કાઉન્ટ* રેટે મળતા,
પુરુષાર્થની ખરીદી પર,
મફત મળતી'તી સફળતા,
*ભક્તિ* મળતી'તી સ્કીમ પર,
*પ્રાર્થના* પેકેટ સાથે,
લેવાય એટલી લીધી મેં તો,
વહેંચવા છુટ્ટે હાથે,
*દયા-કરુણા* લઇ લીધી,
મળતી'તી પડતર ભાવે,
થયું કે બંને જો હશે,
તો ક્યારેક કોઈને કામ આવે,
ટોપલી મારી ભરાઈ ગઈ'તી ,
જગ્યા રહી'તી થોડી,
*રહેમ* પ્રભુની મળતી'તી,
એ કેમ દઉં છોડી ?
કાઉંટર પર પહોંચીને પૂછ્યું,
"કેટલા પૈસા થયા ?"
ત્યારે *ફરિશ્તા*ની આંખોમાં,
પ્રેમના અશ્રુ આવી ગયા,
બોલ્યો :
"વહેંચજે સૌને આ,
કરતો ના સહેજે "ઢીલ",
*ભગવાને ખુદ હમણાં જ,*
*ચૂકવી દીધું તારું "બિલ"*.....