Gujarati Quote in Poem by Khyati Soni ladu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહેવું ઘણું છે, જો તું સાંભળે તો;
મારા મૌન ને, જો તું સમજે તો!

આંખોમાં મારી પણ, લાગણીઓ ઘણી છે;
મારી આંખો ને, જો તું વાંચી શકે તો!

નથી કહેતો કદી પણ, મારાં મન ની વાત;
પ્રેમ કરૂં છું તને જ, જો તું મહેસુસ કરી શકે તો!

રડવું છે ખુબજ, તારાં ખોળામાં માથું રાખી ને;
તારાં આલિંગનમાં, જો તું મને છુપાવી શકે તો!

પુરુષ છું, રડી નાં શકું;
લાગણીઓ ને જતાવી ના શકું;

બહાર નીકળવું છે, એ માનસિકતા માંથી,
હાથ મારો પકડી ને, જો તું બહાર લાવી શકે તો!

ગમે છે મને પણ, નાના બાળક જેવું બનવું;
મારાં બાળપણ ને, જો તું સાચવી શકે તો!

કહેવું છે એ બધું આજ, છુપાવેલું છે દિલમાં જે;
બસ! જો તું સાંભળીને, મને સંભાળી શકે તો!

©✍️- ખ્યાતિ સોની" લાડુ"
૧૦/૧૨/૨૦૨૦

Gujarati Poem by Khyati Soni ladu : 111624186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now