ખુદ્દાર વેપારી...
નથી હું કોઈનો મોહતાજ
હું છુ વેપારી ખુદાર
ભરું ટેક્ષ દરેક પ્રકાર ના
ના છતાં કોઇ સરકાર થી નારાજગી
મુશ્કેલી, મંદી, ભાવ વધારો
ટેક્ષ વધારો કરું હસતાં મોઢે સહન
વાર તહેવારે નડે બંધ ના એલાન
હપ્તા ખાઈ બાબુ ઓ મોજ થી
કરે હેરાન ગલી ના ગુંડા એક બે વાર
નુક્કડ ના લોકો લઇ જાય ફાળો બે ત્રણ વાર
વર્ષ માં ત્રણ ચાર ગ્રાહક થાય ખોટા
બધા ખર્ચા કાઢતા વધે એ મારો નફો
નથી મળતા એક પણ પ્રકાર ના
સરકાર તરફ થી વળતર ટેક્સ ભરતા પણ
છતાં નથી હું કોઈનો મોહતાજ
હું છુ વેપારી ખુદાર...
હિરેન વોરા
તા. 10/12/2020