ઈશ્કે હકીકી ગઝલ......
એક વેળા રૂપ તારું તું બતાવીને ગયો છે,
વાત કોને આ કહું કેવો રડાવીને ગયો છે !
દાસી થૈ ને યાચના તારી કરું છું હર ઘડીએ,
દર્દ દિલમાં આટલું શાને જતાવીને ગયો છે?
નિત્યક્રમ મુજબ હું આસન વાળીને બેઠો હતો ને,
એકદમ ત્રિવેણી પર કંઇક જગાવીને ગયો છે.
એટલો ફાંકો તને શેનો છે એ તો કે' જરા તું !
બોલને ચોખ્ખું ,મને તું શું હરાવીને ગયો છે !
આવ વાલમ કેટલો તડપાવશો તારા"વિજય"ને,
લાડ તો તું એક વખત પણ ક્યાં લડાવીને ગયો છે!
"વિજય જાદવ"
૦૯/૧૨/૨૦૨૦