Gujarati Quote in News by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તંત્રીલેખનાં અંશો-૨

નવીપેઢીના અસ્તિત્વ માટે જોખમ વધતું જાય છે. બેંકો પણ કોઈપણ મરણોન્મુખી ઉધ્યોગને દફન કરવા માટે પ્રોત્સાહિત કરવા તરફ જ પ્રોત્સાહન આપનારી છે. પડતાને બેઠા કરવાનો નિયમ જે એક રીતે ભારતીય બજારના પહેલેથી જ ચાલી આવતા વાણિજ્ય સંસ્કાર હતા. તેનો પણ હવે મૃત્યુઘંટ વાગી ગયો છે.

આ થક વમળમાં દેશની અનેક કંપનીના માલિકો ફસાયેલા છે. તેમને એમાં થી બહારા લાવવા માટે એન.ડી.એ. સરકારે પોતાના ટેબલ પર આ ઉધ્યોગપતિઓને કાયદાના ગજગ્રાહ માં ફસાવનારી જે (અ)નીતિઓ ઘડી છે તે (અ)નીતિઓને તાત્કાલિક સુધારવાની જરૂર છે.

ઇ.સ.૨૦૦૮ માં દેશના કુલ વિકાસના ૩૮% જેટલી રોકાણ કરવાની પ્રવૃત્તિ હતી. છેલ્લા ૧૧ વર્ષમાં તે ટકાવારી ઘટતા ઘટતા ૫% જેટલી રહી ગઈ છે. મિસ્ટર મોદીના સાશનકાળમાં વિદેશી રોકાણકારો નું ઘોર પતન થયું છે. આ એક પ્રકારનો રોકાણકારો નો દુષ્કાળ છે. જેને સમજવામાં ભારત સરકારને વખત લાગી રહ્યો છે. ઘટતા જતાં વિદેશી રોકાણો એક કોરોના જેવુ જ અલગ ડિઝાસ્ટર છે॰ રેટિંગ એજન્સીઓએ બેન્કો અને નાણાકીય સંસ્થાઓની શાખમાં ઘણો કાપ મૂકેલો છે. પોતાના દેવા ચૂકવવામાં વિવિધ કંપનીઓ હવે ગોથા ખાવા લાગી છે.


દેશમાં વ્યાપાર અને વાણિજ્ય જગતમાં બચતો અને બચત સંબંધિત અન્ય પ્રોવિઝન ઘટી રહ્યાં છે. ભારતીય પ્રજામાં ઘરેલુ બચત પણ છેલ્લા ૨૫ વર્ષની સૌથી નિમ્ન સપાટીએ પહોચી ગઈ છે. સંખ્યાબંધ પરિવારો એવા છે જેની બચતોનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે. નવી બચતો ઊભી કરવાની સંભાવના આ મોઘવારીમાં ઘટતી જાય છે.

જમીન, મકાન અને સંપત્તિઓના સર્જનમાં પણ પ્રજા હવે વિમુખ થઈ ગઈ છે. અને ઘટતાં ભાવોની પ્રતિક્ષામાં છે. જે આવનારી મંદીના ઘણા સૂચિતાર્થો છે. ઇ,સ, ૨૦૧૫ થી ઇ.સ.૨૦૨૦ વચ્ચે ભારતીય નાગરિકોની આવકમાં ઝડપી પતન દેખાયું છે. દરેક નાગરિકની વ્યક્તિગત આવક, ગ્રામીણ મજૂરીના દર, શહેરી કામદારો, કારખાનાઓનાં પગારદારો, સામાન્ય નોકરીયાતો,

ટેકનિશિયનો અને છૂટક કામકાજ કરનાર તમામની આવકમાં ઉકત પાંચ વર્ષ દરમિયાન નોધપાત્ર ઘટાડો અર્થશાસ્ત્રીઓએ નિહાળ્યો છે.

ગુજરાત સમાચાર
તારીખ: ૨૬-૧૧-૨૦૨૦.

Gujarati News by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111623846
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now