કોઈ કાનોકાનની હો વાત, અફવા નીકળે.!
એમ કુંવારા બધા સપના પરણવા નીકળે.
એક ઇચ્છા ધૂળ માફક આમ વળગેલી રહે,
એક ચંચળ મન ગમે ત્યાં રોજ ફરવા નીકળે.
નાતમાં પૂછે નહીં ને હું જ નેતા નાતનો,
રાજી,મનના ખ્વાબમાં સરકાર રચવા નીકળે.
આમતો આ ચાલતું આવ્યું છે આદિકાળથી,
ખેરિયત માટે; ઘણાંએ ભેળું કરવા નીકળે.!
શ્વાસ છેલ્લાં ચાલે છે ને પગ કબર શોધે છતાં,
જીવલો યમરાજ સામે જંગ લડવા નીકળે.
-અશોક વાવડીયા
છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન