. 🕉️♐ *_શિવ_*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
વિશ્વાસ તની પ્રતિભા છે શિવ,
પ્રેમ અસરદાયક દવા છે, શિવ.
ફેરવે મુખ માનવી, ત્યારે દુઃખ પથરાય જીવને,
પણ અંત પછી, પ્રારંભ કરનાર છે, શિવ.
ભક્તિની ખોજે સંકળાયેલ લાગણી છે શિવ,
મહાકાળ થઈ પણ, જીવનનો ભાગ છે શિવ.
નથી થતો જીવને પડછાયો, પરિવાર છોડે સાથ,
દુનિયાને ઓગાળે તમારી સામે એ સાથ છે શિવ.
ધડકન અને શરીરનો જીવ છે, શિવ.
મારું ધન કહો કે સફળતા, એ માત્ર શિવ.
મિત્ર તથા ખૂણે ખૂણેથી મળતી ભલે નફરત,
છતાં, દુનિયા સમક્ષ કરી બતાવે પ્રેમ, માત્ર શિવ.
મંઝિલ પણ હવે બોલે શિવ,
રસ્તાઓમાં પણ નાદ છે શિવ.
બધેથી મળી નિષ્ફળતા, છતાં હસતો એ ચહેરો,
સાથે ન કોઈ, છતાં લાગણી પ્રેમથી જુમકતું જીવન,
કોઈ સમજે નહિ, માને નહિ, પ્રેમ વરસાવે નહિ,
નષ્ટ બાદ; બધું આપી જીવન મધુર કરે, એ શિવ.
જીવનના પહેલે તબક્કે પણ શિવ,
અને જીવનના અંતે પણ માત્ર શિવ.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::