જીવંત રાખ્યાં છે
સ્વપ્નોને પાલવમાં સાચવી રાખ્યા છે,
આંગળી પકડી પાપા પગલી કરાવ્યા છે,
પડશે આખડસે ચાલશે ને પછી દોડશે,
શ્રદ્ધાથી હૃદયમાં જીવંત રાખ્યાં છે.
સમય પોતાના વહેણમાં વહેતો રહેશે,
નસીબ આગળ પાછળ ચાલતું રહેશે,
મહેનત પર વિશ્વાસ રાખી,
આશાના તાર ને જીવંત રાખ્યાં છે.
હૃદયને ને ભ્રમણાઓ થી વંચિત રાખ્યું છે,
મતલબ નથી દીવો સોનાનો છે કે માટીનો,
વાટને તેલમાં ડુબડુબા રાખીને,
અંધારાને ચીરતા પ્રકાશને જીવંત રાખ્યો છે.
હૃદય ચીરાઇ ગયું અણિયારા શબ્દો વડે,
મૌન બનીને મનમાં ધરબી રાખ્યા,
ફફડતા હોઠ વચ્ચે દબાવી રાખ્યા,
પણ આંખોના ખાબોચિયામાં જીવંત રાખ્યાં છે.
ઉર્વશી એચ ત્રિવેદી