કરે જે હિંમત ઊડવાની,
એ જ આગળ વધી શકે.
બેસી રહે જે નસીબ ભરોસે,
એ બસ ખાલી જોતાં રહે.
સપનાં સેવો સજાવો આંખોમાં,
તો રાખો નજરમાં લક્ષ્યને.
વાતો નાં વડા કરવાથી,
નાં પામી શકાય લક્ષ્યને.
ભરો ડગલાં ને મારો છલાંગ,
ના ડરો નીચે પડવાથી.
ફેલાવી દો સપનાંની પાંખો ને,
ઊડવાને ખુલ્લાં આકાશમાં.
કરો હિંમત ને વધો આગળ,
પૂરાં કરવા સેવેલાં સપનાં ને.
ગીતામાં પણ કહ્યું છે "લાડુ",
નહીં પ્રારબ્ધ વીના પુરુષાર્થ.
©- ખ્યાતિ સોની "લાડુ"