Gujarati Quote in Poem by Bhumika Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹 * "સુવર્ણ સફર " *🌹

જ્યારથી ખીંટીએ લટક્યું દફ્તર
પુરી થઇ બાળપણ ની સફર

યાદો અકબંધ રહી
અપ્સરાની પેન્સિલ ને ખુશ્બુદાર રબર

રજત ની રજવાડી નોટબૂક
દિલ પર રહી ગઈ અસર

વીત્યું અદભૂત બાળપણ
નહિ રહી કોઈ પણ કસર

થેન્ક યુ કહું મારી શાળા ને
કોઈ બન્યો વકીલ કોઈ અફસર

કાચી કેરી ને જમરૂખની ચીરી
ખેલકૂદ ની અજાયબ સફર

દિલોજાન નાના મિત્રો
દોસ્તીની વણથંભી સફર

સાયકલ પર ડબલ સીટ
એને યાત્રા કહું કે મસ્તીની સફર

કડકડતી ઠંડી માં યાદ આવ્યું
યાદો નું હૂંફાળું મફલર !!!!

****🌹🌹🌹🌹****

Gujarati Poem by Bhumika Vyas : 111623525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now