સપના તો જોયા જ છે તારા અને મારા સાથ ના ભવિષ્ય ના
પછી ભલે ને હોઇએ કે ના હોઇએ આજીવન એકબીજા ના
તારી સાથે રહેવું છે આજીવન ભવિષ્ય ના સપના પુરા કરવા
સપના તો પુરા થાય કે ના થાય આજીવન રહેવું છે તારી પાસે
ભલે નામ તારુ કે મારુ જોડાય આજીવન કોઈ બીજા ની સાથે
પરંતુ હદય તો મારુ જોડાયેલુ છે આજીવન તારા જ હૃદય સાથે
પ્રિય કરવું છે મારે આજીવન ભવિષ્યમાં તારી માટે કોઈ એવું કામ
હોય તારા હૃદય નો ટુકડો હોય ભલે એની પર મારો હક ના હોય
તારુ કે મારુ ભવિષ્ય ભલે ને ના જોડાયેલુ હોય એકબીજા સાથે
પણ તારા ને મારા દિલ ના તાર તો આજીવન બંધાયેલા જ છે..