ગઝલ :- " આવીશ "
જીવનમાં જિંદગી બની આવીશ ,
દિલમાં તમારી ધડકન બનાને આવીશ .
ભુલવાની જાને ના કરશો ભૂલ,
ભૂલો ની પળો માં પણ હું યાદ બનીને આવીશ.
એ નયનમાં ના રાખશો નફરત,
નયનમાં પણ હું તસ્વીર બનીને આવીશ.
ભલે રહો તમે મારી આંખો થી દુર ,
મિલન માટે હું સપના બની આવીશ.
જ્યારે "મિત્ર" આ દુનિયા છોડી ને જશે ,
ત્યારે તમારા દિલમાં રુદન બની ને આવીશ.
{ ✍️મનિષ કુમાર "મિત્ર" 🙏}