તપધલ શિયારે મેં, મંઢાણ કે મી.
શિયારે મેં કે ભર ઊનારે જેડા ડી.
શિયારેજી પેરો છડે, કે અશાઢી ડી.
નર ચે કોર ફેરી વસધા કુમોધજા મી.
વાડીમે અના ઊગી સુર થયા ઘઉં.
શિયારે મેં ચોમાસો ખણી કરે નઉં.
ખેડૂ કી પણ કરે કુધરત કરે ન સઉ.
મડે મોજ કરીયે મુઠો હેકડો આઉં.
ધા સુણધણ મુંજી ભગવાન હેકડો તું.
આગાહી કરે સરકાર છુટી વેઈએ તું.
આભ કે આડી છત્રી દિધલ પણ તું.
તોજે ભરોસે છદયો જેકી કરીએ તું.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા