મારી આંખો ના પલકારામાં એવા સમાઈ ગયા,
એ આંખોના પલકારે પલકારે તમે જ વસ્યા છો!
નયનોથી તમારા અમે એવા ઘવાઈ ગયા,
એ નયનોમાં બસ હવે તમે જ વસ્યા છો!
હૃદયમાં પ્રેમનુ છોડ એવુ તો અંકુરિત કરી ગયા,
કે હૃદયની એ દરેક અભિલાષાઓમાં તમે જ વસ્યા છો!
આ પ્રેમની ધૂન કેવી તો મીઠી વગાડી ગયા,
કે એ પ્રેમ-ધૂનમાં જાણે તમે જ વસ્યા છો!
મારા લેખનના શબ્દો પર આ કેવો જાદુ કરી ગયા,
કે લખેલ મારી એ ગઝલમાં પણ તમે જ વસ્યા છો!
-હેતલ ગોર