ગઝલ....વેચવા કાઢું...!!!
દિવસ આખો જુવાનીના જુસ્સાને વેચવા કાઢું,
પડે જ્યાં સાંજ સપનાના કિસ્સાને વેચવા કાઢું.
પથારીમાં પડી'હો રોજ ટૂંટિયું વળી સાથે,
સવારે એ નિરુપયોગી ઈચ્છાને વેચવા કાઢું.
પહેરણ-પાટલૂનના કૂલ ગણતા પાંચ પાક્કા છે,
ગરીબી દૂર કરવા એ ખિસ્સાને વેચવા કાઢું.
ફણીધર નાગની માફક ચડી બેઠો સતત માંથે,
ઉતારી આજ નીચે આ ગુસ્સાને વેચવા કાઢું.
ગરીબી બાળપણ આખું,યુવાનીને ગયો હારી;
બચત પૂંજીમાં ઘડપણના હિસ્સાને વેચવા કાઢું.
-અશોક વાવડીયા
છંદ= હજઝ બહર નો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
અરબી શબ્દો
મફાઈલૂન, મફાઈલૂન, મફાઈલૂન, મફાઈલૂન,