ટ્રીન ટ્રીન ટંકોરી વાગતી જાય,
મયંકની સાયકલ ચાલતી જાય.
નાની એની સાયકલને ટંકોરી મોટી,
રાહદારીને આઘા રહો કેતી જાય.
ટ્રીન ટ્રીન ટંકોરી વાગતી જાય,
ઉભા રસ્તે ફાસ્ટ ચલાવેને મોજ કરે,
આંનદથી ઉછાળ કૂદ કરતી સાયકલ ચાલતી જાય.
ટ્રીન ટ્રીન ટંકોરી વાગતી જાય,
નાના ભૂલકાઓ ભેગી સાયકલ ચલાવે,
સાયકલની રેસમાં ફાસ્ટમ ફાસ્ટ સાયકલ ચાલતી જાય.
ટ્રીન ટ્રીન ટંકોરી વાગતી જાય,
મજબૂત અત્યાધુનિક સાયકલ ચાલે મસ્ત,
અઝીઝ લાડલા મયંકની સાયકલ ચાલતી જાય.
ટ્રીન ટ્રીન ટંકોરી વાગતી જાય,
ભાટી એન અઝીઝ