કોઈ હિલ સ્ટેશન પર ફરવા જઈએ તો મોટા ભાગે આપણે સનસેટ અને સનરાઈઝ પોઈંટસ શોધતાં હોઈએ છીએ. જો કોઈ જગ્યાએ ખબર પડે કે ઈકો પોઈન્ટ આવેલો છે તો આપણે વહેલા વહેલા ત્યાં દોડી જઈએ છીએ ત્યાં થતાં પડઘાનાં અવાજ સાંભળવા. કોઈક ને કોઈક અવાજ કરીને કે બોલીને આપણે પડઘો સાંભળવાની કોશિશ કરીએ છીએ.
પણ શું ક્યારેય કોઈ મંદિરમાં જઈને એ પથ્થરની મૂર્તિમાંથી આવતો પડઘો સાંભળવાની કોશિશ કરી છે? દરેક વખતે માંગણી લઈને જવું એનાં કરતાં ક્યારેક એમનેમ પણ ભગવાનના દર્શન કરી અવાય! તમે તમારામાંથી જે ભાવના સાથે ત્યાં પ્રાર્થના કરશો એ જ ભાવનાનો પડઘો એ પથ્થરની મૂર્તિમાંથી આવશે. એ તમારી પ્રાર્થના પછી સાંભળશે, પહેલાં તમારો ભાવ કેવો છે એ જોશે.
- સ્નેહલ જાની