ગઝલ...હરિ બોલો...!!!
મોત સ્વીકૃત કરી હરિ બોલો,
શ્વાસ છેલ્લાં ભરી હરિ બોલો.
છે સિતારાં બુલંદ પળભરનાં,
આજ પળ છે ખરી હરિ બોલો.
લાગે સંસાર ઝેર સમ કડવો,
ભેખ ભગવો ધરી હરિ બોલો.
આજ અવતાર છે મનુજ છેલ્લો,
ના મળે ફરી ફરી હરિ બોલો.
સ્વર્ગ કે નર્ક કયો અહીં પર છે,
ત્યાં ઉપર ભઇ હરિ હરિ બોલો.
-અશોક વાવડીયા
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઇલાતુન મફાઇલુન ફઅલુન